મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડા : ડાકોર સરકારી હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું મોત થયાના આરોપ, પરિવારજનોએ કરી પોલીસ ફરિયાદ

ખેડા જિલ્લામાં એક મહિલાનું સારવાર દરમિયાન શંકાસ્પદ રીતે મોત થયું હતું. ખેડા જિલ્લાના ઠાસરા તાલ

ખેડા : ડાકોર સરકારી હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું મોત થયાના આરોપ, પરિવારજનોએ કરી પોલીસ ફરિયાદ

ખેડા જિલ્લામાં એક મહિલાનું સારવાર દરમિયાન શંકાસ્પદ રીતે મોત થયું હતું. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોરમાં આવેલ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અમરતબેન રણછોડભાઈ પરમાર નામક 49 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન શંકાસ્પદ રીતે મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો : અતુલ સુભાષ સુસાઈડ કિસ્સાએ લોકોને અમદાવાદની આયશાની કહાની યાદ અપાવી, જૂનો VIDEO VIRAL

મહિલા ગર્ભાશયની સારવાર અર્થે છેલ્લાં 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ થયા હતા. જો કે, હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ટાંકા પાકી ગયા હોવાથી મહિલાને પરત હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. શોકાતુર પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો કે ડૉક્ટરની બેદરકારીને કારણે મહિલાનું મોત નિપજ્યું છે.

આ પણ વાંચો : પથ્થરદિલ માતા: પતિનું દેવું ચૂકવવા પત્નીએ નવજાત બાળકને 1.5 લાખમાં વેચી માર્યું

આગળની કાર્યવાહી માટે મહિલાના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે કરમસદ સ્થિત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ત્યારે ઘટનાને અનુક્રમે પરિવારજનો દ્વારા પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે જણાવ્યું હતું કે પોસ્ટમોટર્મ રિપોર્ટ આવ્યા બાદ જ સત્ય હકીકતની જાણ થશે.

આ સમાચાર શેર કરો