મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં હનીટ્રેપ કેસમાં મહિલાની ધરપકડ; સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાળા હજુ ફરાર

સુરતમાં હનીટ્રેપ મારફતે લોકો પાસેથી પૈસા પડાવતા શખ્સ આખરે ઝડપાઈ ગયા છે. સુરતમાં સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાળા હનિટ્રેપર નીક

સુરતમાં હનીટ્રેપ કેસમાં મહિલાની ધરપકડ; સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાળા હજુ ફરાર

સુરતમાં હનીટ્રેપ મારફતે લોકો પાસેથી પૈસા પડાવતા શખ્સ આખરે ઝડપાઈ ગયા છે. સુરતમાં સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાળા હનિટ્રેપર નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. વરાછા પોલીસ સ્ટેશનમાં પ્રવીણ ભાલાળા અને એક યુવતી વિરૂધ્ધ હનીટ્રેપની ફરિયાદ નોંધવામાં આવી છે. વરાછા પોલીસે હનીટ્રેપમાં યુવકને ફસાવનાર યુવતીની ધરપકડ કરી છે.

સુરતમાં પુણા ગામે રહેતા સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાળા અને એક મહિલા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં દક્ષા જીવાણીની ધરપકડ કરવામાં આવી છે તો પ્રવીણ ભાલાળાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ફરીયાદીને લોનના બહાને મહિલા પાસે ફોન કરાવી બાદમાં કાવતરું રચ્યું હતું. દિવ્યા ઉર્ફે દક્ષા મારફતે ફરિયાદીના અંગત પળોના ૨ વિડીયો કલીપ/ફોટા પાડી લીધા હતા, જેથી રેપના કેસમાં ફસાવી ધમકાવી ફરિયાદી પાસેથી રૂ. ૧૪ લાખ પડાવી લીધા હતા. વરાછા પોલીસે આ બાબતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો