મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ફૂડ કૂપન ન મળતાં ઉશ્કેરાયો રહીશ! ન્યૂ રાણીપની સોસાયટીમાં ખજાનચી સાથે મારામારી

ફૂડ કૂપન ન મળતાં ઉશ્કેરાયો રહીશ! ન્યૂ રાણીપની સોસાયટીમાં ખજાનચી સાથે મારામારી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલી સુકન સ્માઈલ સિટી સોસાયટીમાં મેન્ટેનન્સના વિવાદને લઈને મારામારીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સોસાયટીમાં રહેતા આલાપ શુક્લનું મેન્ટેનન્સ બાકી હોવાથી તેમને ફૂડ કૂપન આપવામાં આવ્યા ન હતા.

ન્યૂ રાણીપની સુકન સ્માઇલ સિટી સોસાયટીમાં મારામારીના CCTV

આ બાબતે ઉશ્કેરાઈને આલાપે સોસાયટીના ખજાનચી કનુભાઈ ચૌધરી સાથે માથાકૂટ કરી હતી. આ બોલાચાલીએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આલાપે ખજાનચી તેમજ સોસાયટીના અન્ય સભ્યો સાથે અપશબ્દો બોલીને મારામારી કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં મારામારીના દ્રશ્યો કેદ થયા છે.

મેઇન્ટેનન્સ બાકી હોવાથી ફૂડ કૂપન ન આપતા બબાલ

આ ઘટના બાદ સોસાયટીના સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે સોસાયટીના ખજાનચી કનુભાઈ ચૌધરીએ સાબરમતી પોલીસ મથકમાં આલાપ શુક્લ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપીએ મેન્ટેનન્સ ભરવાને બદલે અન્ય સભ્યો સાથે પણ ગેરવર્તન કરી હુમલો કર્યો હતો. હાલમાં સાબરમતી પોલીસે સીસીટીવી ફૂટેજ અને ફરિયાદના આધારે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો