Video: સુરતમાં તહેવારો ટાણે ફૂડ વિભાગની લાલ આંખ, ડેરીનું માવો ફેઈલ

સુરતમાં આગામી તહેવારોની મોસમ નજીક આવતા જ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અસમાજિક તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. મનપાના ફૂડ વિભાગે દૂધ અને દૂધની વિવિધ બનાવટોનું વેચાણ કરતી અસંખ્ય સંસ્થાઓમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી છે, જે દરમિયાન કતારગામ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત કનૈયા ડેરીમાંથી લેવામાં આવેલું માવા વિષયક સેમ્પલ સ્થળ પર જ ફેલ સાબિત થયું હતું. કનૈયા ડેરીનું માવા સેમ્પલ ફેઇલ પસા થતાં ફૂડ વિભાગ દ્વારા તેની સામે લાલ આંખ કરીને આગામી દિવસોમાં કાયદેસરનો કોર્ટ કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ફૂડ વિભાગે પોતાની ડ્રાઇવને વધુ વેગવંતી બનાવીને અલગ-અલગ ૧૨ સંસ્થાઓમાંથી શુદ્ધ ઘીના નમૂનાઓ એકત્રિત કરીને વધુ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે, જેથી તહેવારોમાં નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા કરી શકાય.








