Video: મુખ્યમંત્રીના પ્રવાસથી બસ સેવા પ્રભાવિત

સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રવાસને પગલે જાહેર પરિવહન સેવાને અસર થઈ છે. આજે સવારથી બીઆરટીએસના 3 અને સિટી બસના 14 રૂટ બંધ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત બીઆરટીએસના 7 અને સિટી બસના 23 રૂટ પર સવારના સમયે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના કારણે મુસાફરોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મુખ્યમંત્રીના સુરતથી પરત ફર્યા બાદ તમામ રૂટ પર બસ સેવા રાબેતા મુજબ શરૂ થવાની શક્યતા છે. મુસાફરોએ મુસાફરી કરતાં પહેલાં રૂટની સ્થિતિની જાણકારી મેળવી લેવા સૂચન છે.








