મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સાયલાના સુદામડામાં ખનીજ માફિયાઓ બેફામ, ગેરકાયદે ખનનનો વિડિયો વાયરલ

સોર્સ: gstv

સાયલાથી PI ઉપાધ્યાયની બદલી થતાં જ સુદામડા ગામે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. સુદામડામાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું હોવાનો વિડિયો સોતાજ યાદવ નામના સ્થાનિક દ્વારા વાયરલ કરાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ખાણ પરથી મોટો એક્સપ્લોઝિવનો જથ્થો ઝડપાયો હતો અને આશરે ૩૦૦ કરોડ રૂપિયા જેટલો મસમોટો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. છતાં આ ખાણ ફરીથી ધમધમતી થતાં ખાણ-ખનીજ વિભાગની શંકાસ્પદ કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વિડિયો ફેસબુક લાઈવ થતાં જ ચાર જેટલાં મશીનો અને ડમ્પરો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા, ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર વાયરલ વિડિયોના આધારે ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરશે કે કેમ તે સવાલ ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો