મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સાવલી-હાલોલ રોડ પર કન્ટેનર પાછળ બાઈક અથડાતા બેના મોત

સોર્સ: gstv

વડોદરા જિલ્લાના સાવલી-હાલોલ રોડ પર કંબોલા ગામ નજીક એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે જ્યારે એક બાળક ગંભીર રીતે ઘાયલ થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ, એક કન્ટેનર ચાલક રોડ પર રિવર્સ લઈ રહ્યો હતો તે જ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી બાઈક સીધી કન્ટેનરના પાછળના ભાગ સાથે જોરદાર ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતની જાણ થતાં જ ૧૧૨ જનરક્ષકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે લોહીથી લથપથ ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. બે નિર્દોષ વ્યક્તિઓના અચાનક મોતને પગલે મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા અને ટ્રાફિક વ્યવસ્થા તેમજ ભારે વાહનોની બેફામ ગતિ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો