મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: છોટાઉદેપુરના નસવાડીમાં શિક્ષક સંઘની ચૂંટણીમાં ઉગતા સૂરજ પેનલ વિજયી

સોર્સ: gstv

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પ્રાથમિક ઘટક શિક્ષક સંઘની ચૂંટણીમાં મશાલ પેનલ અને ઉગતા સૂરજ પેનલ વચ્ચે જંગ જામ્યો હતો. આ ચૂંટણીમાં શિક્ષક મતદારોએ ભારે ઉત્સાહથી મતદાન કર્યું હતું, જેમાં ઉગતા સૂરજ પેનલના તમામ આઠ ઉમેદવારો વિજયી બન્યા હતા, જ્યારે વર્ષોથી સત્તામાં રહેલી મશાલ પેનલના તમામ ઉમેદવારોની કારમી હાર થઈ હતી. અગાઉના હોદ્દેદારો સામે શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. વિજય બાદ ઉગતા સૂરજ પેનલના આગેવાનોએ હૂંકાર કર્યો હતો કે અગાઉની બોડી દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે તેઓ ચોક્કસ મોરચો માંડશે. આ ચૂંટણી પરિણામોને કારણે સ્થાનિક શિક્ષક આખા વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે.

આ સમાચાર શેર કરો