મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દાહોદના છાપરી ખાતે શિવ ક્વોરીના કન્ટેનરમાં લાગી ભીષણ આગ

સોર્સ: gstv

દાહોદના છાપરી ખાતે આવેલી શિવ ક્વોરીના પ્લાન્ટમાં એકાએક આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. મળતી પ્રાથમિક વિગતો મુજબ, ક્વોરીના પ્લાન્ટમાં ઉભેલા એલઓડી ભરેલા કન્ટેનરમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાની સાથે જ સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો, જેથી તાત્કાલિક ધોરણે પોલીસ અને ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ટળી હતી, જેના કારણે તંત્ર અને સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

આ સમાચાર શેર કરો