Video: બોરસદમાં વિકસિત ભારત સંકલ્પ અંતર્ગત પદયાત્રા યોજાઈ

આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત સંકલ્પ અભિયાન ૨૦૪૭'ને સમર્થન આપવા માટે એક ભવ્ય ધાર્મિક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિસરાયા ગામથી વલાસણ ગામ સુધી યોજાયેલી અંદાજે ૨૨ કિલોમીટર લાંબી આ પદયાત્રામાં હજારોની સંખ્યામાં સ્થાનિક શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. આ યાત્રામાં માતાજીની ૫૦ ફૂટ ઊંચી નેજા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. બોરસદ તાલુકામાં પ્રથમ વખત યોજાયેલા આટલા ભવ્ય આયોજનથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. સ્થાનિક આગેવાન વિજય સિંહ રાજે જણાવ્યું હતું કે આવા આયોજનોથી ધાર્મિક ભાવના, સામાજિક એકતા અને વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂતી મળે છે.








