Video: ભેરસમ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતા અફરાતફરી

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી તરફ કેમિકલ ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું. તે દરમિયાન ભેરસમ વસાહત નજીક ટેન્કરના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર નાળા સાથે અથડાઈને રસ્તા પર પલટી ખાધું હતું. આ ગંભીર અકસ્માતમાં ટેન્કરની કેબિનને ભારે નુકસાન થયું હતું અને આગળના ટાયરો પણ છૂટા પડી ગયા હતા, તેમજ નજીકમાં ઊભેલા એક ટ્રેક્ટરને પણ ટક્કર વાગતા નુકસાન થયું હતું. ઘટનાને પગલે રોડ પર કેમિકલ પ્રવાહી ફેલાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી અને વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. માહિતી મળતા જ વાગરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ક્રેનની મદદથી વાહનો ખસેડી લાંબી જહેમત બાદ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.








