Video: પીપાવાવ હાઈવે પર એલપીજી ટેન્કર અકસ્માત

અમરેલીના પીપાવાવ નેશનલ હાઈવે પર સાવરકુંડલાના બાઢડા નજીક એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટી મારી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પીપાવાવ બંદરથી બાબરા તરફ જઈ રહેલું ટેન્કર અકસ્માતનો ભોગ બન્યું હતું. ઘટનાની જાણ થતાં સાવરકુંડલા અને અમરેલીની ફાયર ટીમો તેમજ પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ટેન્કરના ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસે માર્ગ બંધ કરી દીધો છે, જ્યારે ફાયર ટીમ દ્વારા ટેન્કર પર પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. હાલ અમરેલી-રાજુલા માર્ગ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે.








