મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: બેઠકમાં ગેરહાજર રહેનાર સભ્યોને નોટિસ અપાઈ

સોર્સ: gstv

ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં મોટો ખળભળાટ મચ્યો છે, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. તારીખ ૨૨ ઓક્ટોબરના રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના સભાખંડમાં યોજાયેલી અગત્યની સંગઠનાત્મક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ગેરહાજર રહેનાર જંબુસર નગરપાલિકાના ૧૬ પૈકી ૧૫ સભ્યો અને જંબુસર તાલુકા પંચાયતના ૧૦ સભ્યોને કારણ દર્શક લેખિત નોટિસ ફટકારવામાં આવી છે. આ તમામ સભ્યોને આગામી પાંચ દિવસની અંદર પોતાનો લેખિત ખુલાસો રજૂ કરવા આદેશ કરાયો છે. આગામી સમયની રાજકીય સ્થિતિ અને ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ સંગઠન હવે શિસ્તભંગના મામલે સંપૂર્ણપણે એક્શન મોડમાં આવ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો