Video: અમરેલીમાં યુવાનો સાથે ઊર્જામંત્રી કૌશિક વેકરીયાએ માણી 'મન કી બાત'

અમરેલી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિનાના છેલ્લા રવિવારે યોજાયેલા આ કાર્યક્રમને માણવા ઊર્જામંત્રી કૌશિક વેકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીના ઉત્સાહી જેનઝી યુવાનો સાથે મળીને તેમણે પીએમ મોદીના વિચારોનું રસપાન કર્યું હતું અને યુવાનો મોટી સંખ્યામાં જોડાવા બદલ વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મન કી બાત કાર્યક્રમની સાથે સાથે પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં ઊર્જામંત્રી કૌશિક વેકરીયાની સાથે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી, લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા અને ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયા સહિતના અગ્રણી નેતાઓએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કરી પ્રકૃતિ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.








