Video: રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે સીએમનું નિવેદન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પાણીની સ્થિતિ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. રાજ્યમાં પાણીની સ્થિતિને લઈને મંગળવારે અંતિમ નિર્ણય લેવામાં આવશે તેમ તેમણે જણાવ્યું છે. આગામી એક વર્ષમાં રાજ્યમાં પાણીની અછત દૂર કરવાની ખાતરી પણ મુખ્યમંત્રીએ આપી છે. તેમણે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના પ્રયાસોની પ્રશંસા કરી હતી. જળસંચય અભિયાન અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરવાની કામગીરીને વધુ વેગ આપવામાં આવશે. વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે મહત્વનાં પગલાં લઈને રાજ્યમાં પાણીની સમસ્યા દૂર કરવાની દિશામાં સરકાર આગળ વધશે.








