Video: અંકલેશ્વરની કાન્હા રેસિડેન્સીમાં સિક્યુરિટી ગાર્ડે પત્નીની કરી દીધી હત્યા

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કાન્હા રેસિડેન્સીના સિક્યુરિટી રૂમમાંથી એક હચમચાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વોચમેન તરીકે ફરજ બજાવતા પતિએ પોતાની પત્નીની માથાના ભાગે બોથડ પદાર્થ મારીને નિર્દયતાથી હત્યા કરી નાખી છે. પ્રાથમિક તપાસમાં આડા સંબંધોની શંકાને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ જીઆઇડીસી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આરોપી પતિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને સનસનાટી મચી જવા પામી છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.








