Video: દેવગઢ બારીઆના દશેરા મેળામાં યુવકોના જોખમી સ્ટંટ

દાહોદના દેવગઢ બારીઆના જેલબાગ ખાતે યોજાયેલા આઠ દિવસીય દશેરાના મેળામાં સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મેળામાં આવેલી અવનવી રાઇડ્સમાં કેટલાક યુવકો ચાલુ રાઇડમાં જ જીવના જોખમે સ્ટંટ કરતા નજરે પડ્યા હતા, જેના કારણે અન્ય લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. આશ્ચર્યની વાત એ છે કે કેટલીક રાઇડ્સ પાસે યોગ્ય મંજૂરી ન હોવા છતાં તેને ચલાવવામાં આવી રહી છે. ઉપરાંત મેળાનો નિર્ધારિત સમય સવારે ૮ થી રાત્રે ૧૦ વાગ્યા સુધીનો હોવા છતાં પોલીસની હાજરીમાં મોડી રાત્રે ૧૨ વાગ્યા સુધી મેળો ધમધમી રહ્યો છે. ખાખીની હાજરીમાં જ નિયમોના ધજાગરા ઉડતા હોવાના દ્રશ્યો સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે.








