Video: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગંભીર જળસંકટ, ખેડૂતો અને પશુપાલકો પરેશાન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે જળસંકટ વધુ ઘેરું બન્યું છે, જ્યાં ૧૫ જેટલા નાના-મોટા ડેમમાં માત્ર ૧ થી ૨ ટકા જ પાણી બચ્યું છે. સિંહણ ડેમ ખાલી થતાં આસપાસના ચૌદ ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે અને પશુધન માટે ઘાસચારાની ભારે તંગી વર્તાઈ રહી છે. ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે, જોકે તંત્ર દ્વારા ઘી ડેમમાં સૌની યોજનાથી પાણી ભરીને શહેરી વિસ્તારને રાહત અપાઈ છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલિક પાણી અને ઘાસચારો પૂરો પાડવા ઉગ્ર માંગ ઉઠી છે.








