Video: દેવગઢ બારિયામાં 45મી માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધા

દાહોદના દેવગઢ બારિયા રમતગમત સંકુલ ખાતે માસ્ટર એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 45મી રાજ્યકક્ષાની માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોળાફેંક, ભાલાફેંક, લાંબી અને ટૂંકી દોડ તેમજ લાંબી અને ઊંચી કૂદ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. ગુજરાતભરમાંથી આશરે 300 રમતવીરો સ્પર્ધામાં જોડાયા હતા. વિજેતા રમતવીરોને સ્થાનિક રાજવી પરિવારના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે આગામી સમયમાં લખનઉ ખાતે યોજાનારી રાષ્ટ્રીયકક્ષાની માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધા માટે રમતવીરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




