Video: માધાપરમાં નકલી ટોમેટો સોસ બનાવવાનું મોટું કૌભાંડ ફૂડ વિભાગે ઝડપી પાડ્યું

માધાપરમાં આવેલી RB ફૂડ પ્રોડક્ટ્સ સાથે જોડાયેલા એક ચોંકાવનારા મામલામાં સોસના લેબ સેમ્પલ ફેલ થતાં મોટો ખુલાસો થયો છે. ફૂડ વિભાગની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ગ્રાહકોને ટોમેટો સોસના નામે પીરસવામાં આવતો સોસ વાસ્તવમાં ટામેટાંમાંથી નહીં પરંતુ પપૈયામાંથી બનાવવામાં આવતો હતો. એટલું જ નહીં, આ બનાવટી સોસને આકર્ષક રંગ આપવા માટે આરોગ્ય માટે હાનિકારક એવા પ્રતિબંધિત કલરનો બેફામ ઉપયોગ કરવામાં આવતો હતો. આ ભેળસેળયુક્ત સોસ છેલ્લા ૮ વર્ષથી ફ્રૂટ સોસના નામે માર્કેટમાં વેચાઈ રહ્યો હતો. માત્ર ૨૫૦ રૂપિયામાં ૫ કિલોગ્રામના ભાવે વેચાતો આ નકલી સોસ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યો હતો. ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ ફેલ થતાં હવે આ સમગ્ર રેકેટ સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








