Video: લાલ સમુદ્રમાં વહાણ પર હુમલો, ૧૪ ભારતીય ખલાસીઓ સુરક્ષિત

લાલ સમુદ્રમાં યમનના ઝુકાર ટાપુ નજીક ઓમાનના ધ્વજવાળા વહાણ પર થયેલા હુમલાથી સળગાટ મચી ગયો છે. ૨૧ ઓક્ટોબરે થયેલા આ હુમલા બાદ વહાણમાં ભીષણ આગ લાગતા ભારે નુકસાન થયું હતું. જોકે, રાહતની વાત એ છે કે વહાણમાં સવાર તમામ ૧૪ ભારતીય ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો છે. આ ૧૪ ખલાસીઓમાં દેવભૂમિ દ્વારકાના સલાયા અને સિક્કા ગામના લોકો પણ સામેલ હોવાની વિગતો સામે આવી રહી છે. હુમલા બાદ યમન તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને તમામ ખલાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તેમના રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ છે. કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ભારતીય દૂતાવાસે ૨૩ ઓક્ટોબરે તમામ ભારતીયો સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે, જ્યારે હુમલાના જવાબદારોની તપાસ ચાલુ છે.








