Video: સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મોસાળ રણછોડરાયજી મંદિર પરિસરને વિશાળ બનાવવાની યોજના

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન સરસપુરમાં યોજાતા મામેરા અને મહાપ્રસાદમાં દર વર્ષે લાખો ભક્તો ઉમટે છે. ભક્તોની વધતી સંખ્યા અને ભીડને ધ્યાનમાં રાખીને સરસપુર મંદિર પરિસરને વિશાળ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજનામાં મંદિરના ચોગાનનું વિસ્તરણ કરીને વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાશે. ભક્તોની સુવિધા માટે પ્રવેશ અને નિકાસના અલગ દ્વાર તેમજ છાયાવાળી કતારો બનાવવામાં આવશે. મામેરાના દર્શન અને મહાપ્રસાદ માટે વિશાળ હોલ તૈયાર કરવાની સાથે પીવાના પાણી, શૌચાલય, સીસીટીવી અને નિયંત્રણ કક્ષ જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.








