મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ધરોઈ ડેમમાં પાણીની ઓછી આવક છતાં પીવાનું પાણી સુરક્ષિત

સોર્સ: gstv

ધરોઈ ડેમમાં ચાલુ વર્ષે પાણીની આવક ઓછી રહેતાં વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. હાલ ડેમમાં ૫૧ ટકા જળસંગ્રહ ઉપલબ્ધ હોવાથી પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના ૮૦૦થી વધુ ગામડાં તેમજ ૨૫ જેટલા નાના-મોટા શહેરો માટે આગામી એક વર્ષ સુધી પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં. જોકે, નીચા જળસ્તરને કારણે રવિ ઋતુમાં ખેડૂતોને સિંચાઈ માટે ધરોઈમાંથી માત્ર એક કે બે પાણ જ આપી શકાશે. ઓછો વરસાદ થયો હોવાથી તંત્ર દ્વારા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને બિનજરૂરી બગાડ અટકાવવા અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો