મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદમાં હીસાબના ચોપડા એટલે લાલ ચોપડા બનાવાની કામગીરી પુર જોશમાં

સોર્સ: gstv

દિવાળીએ ચોપડા પૂજનની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. એક સમયે વેપારીઓ લાલ ચોપડામાં હિસાબ રાખતા, પરંતુ આધુનિક સમયમાં લેપટોપ અને કમ્પ્યુટરના ઉપયોગથી ચોપડાનું ચલણ ઘટ્યું છે. તેમ છતાં, શુકન માટે દિવાળીના દિવસે લાલ ચોપડાનું પૂજન કરવામાં આવે છે. અમદાવાદના કાગદી બજારમાં દિવાળીના બે મહિના પહેલાંથી જ ચોપડા બનાવવાની કામગીરી શરૂ થઈ જાય છે. અહીં મોટા પાયે તૈયાર થતા ચોપડા વિવિધ શહેરોમાં મોકલવામાં આવે છે. નવાઈની વાત એ છે કે હિન્દુ વેપારીઓની આ પરંપરા માટે ચોપડા બનાવવાનું કામ મોટા ભાગે મુસ્લિમ કારીગરો કરે છે.

આ સમાચાર શેર કરો