મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ચારિત્ર્યની શંકા રાખીને ઝઘડો કરતાં પતિએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં પત્નીનું મોત

સંબંધોમાં શંકાને સ્થાન નથી હોતું. પરંતુ શંકા સંબંધોને બરબાદ કરી નાખતી હોય ત

સુરતમાં ચારિત્ર્યની શંકા રાખીને ઝઘડો કરતાં પતિએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં પત્નીનું મોત

સંબંધોમાં શંકાને સ્થાન નથી હોતું. પરંતુ શંકા સંબંધોને બરબાદ કરી નાખતી હોય તેવો બનાવ સામે આવ્યો છે. સુરતમાં ચારિત્ર્યની શંકા રાખીને પત્નીને પતિએ જ મોતને ઘાટ ઉતારી દીધી છે. મહિધરપુરા વિસ્તારમાં પતિ શંકા રાખીને અવારનવાર ઝઘડો કરતો હતો. જેમાં તિક્ષ્ણ હથિયારથી પત્ની પર હુમલો થતાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 

ઈજાગ્રસ્ત પત્ની શેરીમાં પડી ગઈ

મહિધરપુરા વિસ્તારમાં આવેલી ડાંગી શેરીમાં રાજેશ શર્માએ પત્ની પર શંકા રાખી ઝઘડો કર્યો હતો. બાદમાં પત્ની પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ગળાના ભાગે તેને વાગ્યું હતું. ઘા મારીને પત્ની બહાર નીકળતા શેરીમાં પડી ગયા હતાં. બાદમાં હોસ્પિટલ લઈ જવાયા હતાં. જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું. પતિ દ્વારા શંકા અવારનવાર કરવામાં આવતી હતી. જેથી ઝઘડો થતો હતો. 

પત્ની બહાર કામ કરતી હતી

પતિ રાજેશ ટેક્સટાઈલમાં કામ કરતો હતો. પરંતુ છેલ્લા 3 મહિનાથી બેકાર હતો. પત્ની બહાર કામ કરતી હતી. જેમાં ઝઘડો થયો હતો. બાદમાં આ ઝઘડો હત્યા સુધી લઈ ગયો હતો. પતિને પણ હાથમાં ઈજા થઈ હોવાથી તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો