મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધંધાના રૂપિયા ઘરે ન આપતા પત્નીએ ઝઘડો કર્યો ને પતિ બન્યો ક્રૂર, તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી કર્યો આપઘાત

સુરતના ડિંડોલીમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારીને પોતે આપઘાત કરી લીધો હતો. ચકચ

ધંધાના રૂપિયા ઘરે ન આપતા પત્નીએ ઝઘડો કર્યો ને પતિ બન્યો ક્રૂર, તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી કર્યો આપઘાત

સુરતના ડિંડોલીમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારીને પોતે આપઘાત કરી લીધો હતો. ચકચારી આ ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં ધંધાના રૂપિયા ઘરે ન આપતા પત્નીએ આ બાબતે પૂછતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે, પતિએ પત્નીને ચપ્પુના 11 ઘા મારીને મોતને ઘાટ ઉતારી હતી. પત્નીને ચપ્પુના ઘા માર્યા બાદ પણ જીવ હતો જેથી તેના હાથની નસ પણ કાપી નાખી હતી. ત્યાર બાદ પતિએ પહેલાં પોતાના હાથની નસ કાપી પણ મોત ન થતાં નાયલોનની દોરી પંખા સાથે બાંધીને આપઘાત કરી લીધો હતો. આ બાબતે દીકરાએ માતાની હત્યાનો ગુનો મૃતક પિતા વિરૂદ્ધ નોંધાવ્યો છે.

પૈસા મુદ્દે ઝઘડો થયેલો

દીકરાએ પોલીસને કહ્યું કે, પિતા ધંધાના પૈસા ઘરે આપતા ના હતા. વેપારીઓને પણ તેઓની પાસેથી ખરીદેલા માલના પૈસા પણ આપતા ન હતા. જેના કારણે તેઓ પૈસા ક્યાં નાખતા હતા તે બાબતે પુછતા હોવાથી વચ્ચે ઝઘડો થતો હતો. દરમિયાન 17 ઓકટોબરના રોજ બપોરે દીકરો અને દીકરી બંને કામ ધંધે ગયા હતા. પતિ પત્ની બંને એકલા હતા. ત્યારે આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો.

ભત્રિજાને ફોન કરેલો

એસીપી વી. એમ. જાડેજાએ કહ્યું કે,પત્નીની હત્યા કરી આપઘાત કરનાર રતન નીમજે હાલ કંઈ કામ ધંધો કરતા ન હતા. એનો દીકરો ડ્રેસ મટીરીયલનો ધંધો કરતો હતો. આ ધંધાની માલ લે વેચના પણ તેમની પાસે જે રૂપિયા આવતા હતા. તે પણ ઘરે આપતા ન હતા. આ બાબતે ઝઘડો થતો હતો. રતન ભાઈએ તેના ભત્રીજાને કોલ કરીને કહેલું કે તારી કાકી ઘર કંકાસ કરે છે. જેથી પહેલા તેને હું મારી નાખું છું. પછી હું મરી જઈશ. જેથી ભત્રીજાએ રતનના દીકરા આદર્શને જાણ કરી હતી. ઘરે પહોંચતા બંને મૃત મળ્યા હતા.

આ સમાચાર શેર કરો