મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંજાર: ભીમાસર પાસે ટ્રેનની નીચે પતિની નજર સામે જ પત્ની અને બે પુત્ર કપાયા, ક્ષતવિક્ષત સ્થિતિમાં મૃતદેહ મળ્યા

અંજાર તાલુકાના ભીમાસર પાસે ટ્રેનની નીચે આવી જતા ત્રણના મોત નીપજ્યા છે.

અંજાર: ભીમાસર પાસે ટ્રેનની નીચે પતિની નજર સામે જ પત્ની અને બે પુત્ર કપાયા, ક્ષતવિક્ષત સ્થિતિમાં મૃતદેહ મળ્યા
અંજાર તાલુકાના ભીમાસર પાસે ટ્રેનની નીચે આવી જતા ત્રણના મોત નીપજ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  કચ્છ એક્સપ્રેસ ટ્રેન નીચે પતિની નજર સામે જ પત્ની અને બે પુત્રના કપાઈ જવાની કરૂણ ઘટના ઘટી છે. શુક્રવારે મધરાત્રે આ દુર્ઘટના સર્જાઈ હતી.    શ્રમજીવી પરિવાર પાટા ઓળંગતી વખતે ટ્રેન નીચે આવી ગયો

રેલવે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાનો શ્રમજીવી પરિવાર ટ્રેનના પાટા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાટા ઓળંગી વખતે શ્રમિક પરિવાર ત્યાંથી પસાર થયેલી કચ્છ એક્સપ્રેસ નીચે આવી જતા મૃત્યુને ભેટયા હતા.

ત્રણના કરૂણ મોત

હતભાગીમાં જનતાબેન વાલ્મિકી(૩૦),  મહેશ(૯) અને અઢી માસના પ્રિન્સ નામના બાળકનો સમાવેશ થાય છે. મૂળ બનાસકાંઠાના દિયોદર તાલુકાના લવાણા ગામનો પરિવાર અંજારમાં વેલ્સ્પન કંપનીમાં મજુરી કામ કરે છે. હાલમાં તેઓ વતન ગયા હતા અને પાલનપુર- ગાંધીધામવાળી ટ્રેનમાં બેસી પરત ફર્યા હતા.

આ પણ વાંચો: અમેરિકામાં ગૌતમ અદાણી સામેના ત્રણ કેસમાં યુએસ કોર્ટમાંથી મોટું અપડેટ, જાણો વિગત

ભીમાસર ગામે કૌટુંબિક મામા રહેતા હોઈ તેમને મળવા જવાનું હોઈ ભીમાસર ઉતર્યા હતા ત્યારે રાત્રીના અંધકારમાં પતિ સાથે પત્ની અને બાળકો એકબીજાના હાથ પકડીને પાટા ક્રોસ કરતા હતા ત્યારે ધસમસતી આવેલી ટ્રેન તળે માતા અને બે માસુમ દિકરાઓ કપાઈ ગયા હતા. તેમના સ્થળ પર જ મોત થયા હતા. આ અંગે વધુ તપાસ ગાંધીધામ રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો