મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા યુવકે લારી સળગાવી દેતા વિધવા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરમાં આવેલા માંડવી નજરબાગ રોડ પર ખાણી-પીણીની છૂટક લારી ચલાવી પેટિયું રળતી વિધવા મહિલાની લાર

વડોદરા યુવકે લારી સળગાવી દેતા વિધવા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરમાં આવેલા માંડવી નજરબાગ રોડ પર ખાણી-પીણીની છૂટક લારી ચલાવી પેટિયું રળતી વિધવા મહિલાની લારી સળગાવી ફરાર થઈ ગયો હતો. વહેલી સવારે અનીશ દારૂવાલા નામના શખ્સે મહિલા સાથે ખાવા મુદ્દે રકઝક કરી મુખ્ય માર્ગ પર લારી લઈને ઊભી રહેતા લારી સળગાવી દીધી હતી. જે બાદ આ વિધવા મહિલાએ શખ્સ વિરુદ્ધ પોલીસમાં અરજી આપી હતી.

મહિલાનાં જણાવ્યા મુજબ આ એજ યુવક અનીશ દારૂવાલા છે જેને બે વર્ષ આગાઉ ભાજપાનાં ધારાસભ્ય યોગેશ પટેલની અમદાવાદી પોળ નજીક પાર્ક કરેલી ઈનોવા કાર સળગાવી હતી. જોકે તે વખતે તેને પોતે માનસિક રીતે બીમાર હોવાની વાત કરી પોલીસમાંથી છૂટી ગયો હતો. બાદમાં ધારાસભ્ય યોગેશ પટેલે પણ તેના આ કૃત્ય બદલ માફ કર્યો હતો. જે બાદ ફરી તેનું પોત પ્રકાશ્યું અને વિધવા મહિલા સાથે બબાલ થઈ હતી તેની લારી ગત વહેલી સવારે સળગાવી નાખી હતી. આ અનીશ નામના શખ્સ માનસિક બીમારી બહાનું હતું કે કેમ તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે. 

આ સમાચાર શેર કરો