દાહોદ: સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમને કોર્ટે ફટકારી 20 વર્ષની કેદ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ત્રણ વર્ષ પહેલા સગીરાને લગ્નની લાલચ આપી અ

12 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો આરોપી
વર્ષ ૨૦૨૨ની સાલમાં ગરબાડા તાલુકામાં રહેતી ૧૨ વર્ષની સગીરાને ગરબાડાના ઝરીબુઝર્ગ ગામે રહેતો આરોપી સંજયભાઈ બદીયાભાઈ અજરાવણે સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરીને નાસી ગયો હતો. નરાધમે સગીરા પર વાંરવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરા ત્યારબાદ ગર્ભવતી બની બની હતી. પરિવારે સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી.
સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું
આ કેસ દાહોદની એડીશ્નલ સ્પેશીયલ જજ (પોક્સો) કોર્ટમાં ચાલી જતાં આ કેસના વકીલ ટીના આર. સોની દ્વારા કોર્ટ સમક્ષ રજુ કરાયેલા ડોક્યુમેન્ટરી પુરાવાઓ, મૌખિક પુરાવાઓ, મેડીકલ પુરાવાઓ તથા વૈજ્ઞાાનિક પુરાવાઓ ધ્યાને લઈ તથા દુષ્કર્મનો ભોગ બનનાર સગીરા તથા બાળકનું સેમ્પલો કબજે લઈ સાયન્ટીફીક ઓફિસર એફએસએલ સુરત દ્વારા ડીએનએ રિપોર્ટ તૈયાર કર્યો હતો.
૨૦ વર્ષની સખત કેદની સજા
રિપોર્ટ મુજબ બાળકના જૈવિક પિતા સંજય બદીયા અજરાવણ છે.તેવું રિપોર્ટમાં આવ્યું હતું. તે તમામ પુરાવાઓ ધ્યાને લઈ દાહોદની નામદાર પોક્સો કોર્ટના જજ ડી.જે. મહેતા આરોપી સંજય બદીયા અજરાવણને ૨૦ વર્ષની સખત કેદની સજાની સાથે પાંચ હજારના દંડની રકમનો હુકમ કર્યો હતા. ભોગ બનનાર સગીરાને વીક્ટીમ કમ્પેનશેશન સ્કીમ હેઠવ ૪ લાખ આર્થિક મદદરૂપ વળતર પેટે ચુકવવા હુકમ કરવામાં આવ્યો.






