ટ્રેનમાં પ્રવાસ કરતાં સુરતના કિન્નરો બન્યા દેવદૂત, ગર્ભવતી મહિલાને ચાલુ ટ્રેનમાં કરાવી પ્રસૂતિ
નર કે નારી ન હોય તેમને કિન્નર તરિકે ઓળખવામાં આવે છે. ત્યારે કિન્નરો પ્રત્યે હંમેશા સમાજમાં કંઈક અલગ જ ભા

નર કે નારી ન હોય તેમને કિન્નર તરિકે ઓળખવામાં આવે છે. ત્યારે કિન્નરો પ્રત્યે હંમેશા સમાજમાં કંઈક અલગ જ ભાવ અને નજરથી જોવામાં આવે છે. ત્યારે કિન્નરો સમાજનો અભિન્ન હિસ્સો હોવાની સાથે સાથે સમાજ ઉપયોગી કાર્યો પણ કરતાં હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ટ્રેનમાં મુસાફરી કરતાં બે કિન્નરો પ્રસૂતા માટે દેવદૂત બનીને આવ્યા હતાં. જેમણે ખૂબ સારી રીતે બાળકને જન્મ અપાવવામાં મદદ કરી હતી.
સામાન્ય લોકો દૂર જતા રહ્યા
પ્રસૂતિ કરાવનાર કિન્નરે કહ્યું કે, શાંતાગાચીથી પ્રોગ્રામ માટે ભૂસાવળ ટ્રેનમાં જઈ રહ્યા હતાં. ત્યારે આ સમયે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. આ સમયે લોકોના ટોળા વળી ગયા હતાં. અમને એમ હતુ કે, કંઈક ચોરી થઈ લાગે છે. જેથી અમે ત્યાં જઈને તપાસ કરી તો મહિલાને પ્રસૂતિની પીડા થઈ રહી હતી. લોકો દૂર ખસી રહ્યા હતાં. પરંતુ અમે કંઈ જ વિચાર કર્યા વગર મહિલાને પ્રસૂતિ કરાવી હતી.
પ્રસૂતિ બાદ પણ સાથે રહ્યા
પ્રસૂતિ કરાવનાર અન્ય કિન્નરે કહ્યું કે,પ્રસૂતિ કરાવી હતી. મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. બાદમાં અમે તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે માતા-બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અમે તેમની સાથે સતત રહ્યા હતાં. અમે એટલું જ કહેવા માગીએ છીએ કે, અમને કંઈક અલગ રીતે જોવામાં આવે છે. પરંતુ અમારી મદદ અને સેવા જોઈને હાજર લોકોની ભાવના અમારા તરફ બદલાઈ ગઈ હતી.
કિન્નરો મદદ માટે તત્પર
નવોદય ટ્રસ્ટના નૂરીકુંવરે કહ્યું કે, અમારા સમાજની બે કિન્નરોએ પીડિત મહિલાની મદદ કરીને બાળકને જન્મ અપાવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલ પહોંચાડી હતી. ત્યારે હું ખૂબ ખુશ છું કે, કિન્નરો દ્વારા આ પ્રકારે મદદ કરવામાં આવી રહી છે. ત્યારે આ પ્રકારે મદદ કરનાર કિન્નરને સન્માનિત કરવા જોઈએ. ત્યારે સમાજનો અભિન્ન હિસ્સો કિન્નરનો છે. ત્યારે લોકોએ શીખ લેવી જોઈએ કે, કિન્નરો સમાજમાં હંમેશા મદદ માટે તત્પર રહે છે. જેટલી થઈ શકે તેટલી મદદ કિન્નરો કરે છે અને ક્યારેય પાછા પડતા નથી.








