ઉલટા ચોર કોટવાલ કો દાંટે!, સુરતમાં પકડાઈ જતાં તસ્કરે હુમલો કરતાં લોકોએ આપ્યો મેથીપાક
when the was caught thieves, the people attacked him | ળીની રજાઓમાં સુરતમાં ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં એક તસ્કર ચોરીના ઈરાદ

ળીની રજાઓમાં સુરતમાં ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં એક તસ્કર ચોરીના ઈરાદે આવ્યો હતો. જો કે, ચોરી કરે ચોર તે પહેલાં જ લોકોના હાથ પકડાઈ ગયો હતો. લોકોએ ચોરને ઝડપી લેતા તેણે સ્થાનિક લોકો પર હુમલો કર્યો હતો. આખરે લોકોએ મેથીપાક આપીને પોલીસ હવાલે કર્યો હતો.
લોકોએ તસ્કરને ઘેરી લીધો
ડિંડોલી વિસ્તારમાં મોટા ભાગે પરપ્રાંતિય લોકો વસવાટ કરે છે. જેમાંથી મોટા ભાગના લોકો દિવાળીની રજાઓમાં વતન જતાં રહ્યાં હોય છે આ તકનો લાભ લઈને તસ્કર ચોરી કરવા માટે સોસાયટીમાં ઘુસ્યો હતો. જો કે લોકોએ ભેગા મળીને તસ્કરને ઝડપી લીધો હતો. આ દરમિયાન ચોર ભાગવા જતાં લોકોના હાથે પકડાઈ ગયો હતો.
લોકોએ મેથિપાક આપ્યો
પકડાઈ ગયા બાદ ચોર ભાગવાનો પ્રયત્ન કરતો હતો. તેની સાથે હથિયાર પણ હતા. જો કે, લોકો પાસે લાકડીઓ હતી.જેમાં સામ સામે હુમલા થતાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતાં. લોકોએ બાદમાં મેથીપાક આપ્યો હતો. સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતાં. લોકોએ બાદમાં તસ્કરને પોલીસ હવાલે કર્યો હતો.








