કોમી એકતાનું ઉદાહરણ: મુસ્લિમ પરિવારની દિકરીના લગ્નનું મોસાળ હિંદુ પરિવારમાં કરાતા સર્જાયા ભાવુક દૃશ્યો
ખેડામાં વસુધૈવ કુટુંબકમની વ્યાખ્યાને સાર્થાક કરતો એક દાખલો જોવા મળ્યો હતો. ખેડા જિલ્લ

ખેડામાં વસુધૈવ કુટુંબકમની વ્યાખ્યાને સાર્થાક કરતો એક દાખલો જોવા મળ્યો હતો. ખેડા જિલ્લાના હિન્દુ તેમજ મુસ્લિમ પરિવારમાં કોમી એકતાના દૃશ્યો જોવા મળ્યા હતા. ખેડા જિલ્લાના માતર તાલુકામાં ઊંઢેલા ગામની મુસ્લિમ દીકરીના લગ્નનું મોસાળુ હિન્દુ પરિવારના કુટુંબમાં કરતા મુસ્લિમ પરિવારોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
ચિખોદરા ગામના દિનેશ ભાઈ નટુભાઈ પરમારના ઘર પાસે ૪૦ વર્ષ પૂર્વે આ મુસ્લિમ પરિવાર વસવાટ કરતો હતો. જેથી સમય જતાં સાથે સાથે ગાઢ પારિવારિક સંબંધો હતા. વ્હોરા પરિવારની આરેફા બેન કિશોર ભાઈને નાનપણથી જ રાખડી બાંધતી હતી. આમ દર રક્ષાબંધનના દિવસે દિનેશ ભાઈને રાખડી બાંધતી હોવાથી ભાઈ બહેનનો ધર્મ નિભાવ્યો હતો.
૨૦૦થી વધુ સગા સબંધીઓને લઈ દિનેશ ભાઈ આજે ભાણીનું મામેરૂ કરવા આવી ચડ્યા હતા. આમ આજે માતરમાં અભુતપૂર્વ લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. આજે ધર્મ-ધર્મ વચ્ચે નફરતનાં બીજ રોપાઈ રહ્યા છે ત્યારે ખેડા જિલ્લાના માતરમાં દિનેશ ભાઈ દ્વારા આરેફા બેનની દીકરીને મામેરૂ કરતા કોમી એકતાના ભાવુક દ્રશ્ય સર્જાયા હતા.






