ખેડામાં 2 વર્ષ બાદ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા
ખેડામાં આખરે 2 વર્ષ બાદ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. નડિયાદ પાસેના નવા બિલોદર

ખેડામાં આખરે 2 વર્ષ બાદ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. નડિયાદ પાસેના નવા બિલોદરા નજીક એક્સપ્રેસ હાઈવે પાસે મહિલાની હત્યા કરવામાં આવી હતી. ગત 06 ડિસેમ્બર 2022ના રોજ મહિલાને દુપટ્ટાથી ગળે ટૂંપો દઈ હત્યા કરવામાં આવી હતી.
ઘટના સ્થળ પરથી મહિલાની હત્યા કરાયેલી લાશ અને સાથે એક રડતી જીવિત બાળકી મળી આવી હતી. સમગ્ર ઘટના મામલે આ મહિલા અને હત્યારો ઉત્તર પ્રદેશના હોવાનું બહાર આવ્યું છે. હત્યાના મામલે ખેડા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.




