મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સિકલીગર ગેંગનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો, રાજકોટમાં વેપારીની હત્યા માટે આપ્યા હતા હથિયારો

રાજકોટમાં 10 વર્ષ પૂર્વે થયેલી ચકચારી રિપલ ચનિયારા હત્યા કેસમાં હથિયાર સપ્લાય કરનાર અને ગુજરાતભરમાં હથ

સિકલીગર ગેંગનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો, રાજકોટમાં વેપારીની હત્યા માટે આપ્યા હતા હથિયારો

રાજકોટમાં 10 વર્ષ પૂર્વે થયેલી ચકચારી રિપલ ચનિયારા હત્યા કેસમાં હથિયાર સપ્લાય કરનાર અને ગુજરાતભરમાં હથિયાર પુરા પાડનાર મધ્ય પ્રદેશના શખ્સને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. પકડાયેલો આ શખ્સ રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને એટીએસના ચોપડે છેલ્લા 10 વર્ષથી વોન્ટેડ હતો. જેની ક્રાઈમ બ્રાંચની ટીમે મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે.

મધ્ય પ્રદેશના શખ્સને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો

મળતી વિગતો મુજબ, રાજકોટ સહિત ગુજરાતભરમાં ગેરકાયદેસર રીતે હથિયાર સપ્લાય કરનાર અને એટીએસ તેમજ જૂનાગઢ અને રાજકોટ પોલીસ ચોપડે છેલ્લા 10 વર્ષથી ફરાર મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના પાનસેમલ તાલુકાના ઓસવાડા ગામના પ્રિતમસીંગ નીમસીંગ ભાટિયાની પોલીસે ધરપકડ કરી છે.

આ પણ વાંચો: ભાવનગર: સોડવદરા ગામમાંથી SOGની ટીમે દરોડા પાડ્યા, ગાંજાના ખેતર સાથે આરોપીને દબોચ્યો

 હથિયાર પ્રિતમસિંગે આપ્યા હતાં

રાજકોટમાં વર્ષ 2015માં થયેલી ચકચારી રિપલ ચનિયારા મર્ડર કેસમાં હથિયાર પ્રિતમસિંગે આપ્યા હતાં. વાવડીમાં દુકાન ધરાવતા વેપારી રિપલ બાબુ ચનિયારાની કણકોટ રોડ પર ફાયરીંગ કરીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં તેની પત્ની અને સોપારી આપનાર શખ્સ વચ્ચેના આડા સબંધ કારણભૂત હોવાનું જે તે વખતે બહાર આવ્યું હતું.

આ સમાચાર શેર કરો