10 કલાકથી વધુનો સમય વીતી ગયો છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં, જૈન સમાજના સાધુ-સંતો આકરા પાણીએ
પાવાગઢમાં જૈન સમાજની મૂર્તિ ખંડિત કરવાને લઈને સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેને લઈને સુરત કલ

પાવાગઢમાં જૈન સમાજની મૂર્તિ ખંડિત કરવાને લઈને સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેને લઈને સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામા જૈન સમાજના લોકો એકઠા થયા હતા.આ મામલે પૂજ્ય જિનાગમ રત્ન મહારાજ ગૃહમંત્રી પર આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે, જૈન સમાજને સરકાર અને ગૃહ મંત્રી પર ભરોસો નથી.
જૈન સમાજને સરકાર અને ગૃહ મંત્રી પર ભરોસો નથી
પહેલાં પણ સરકાર આજ હતી આજે પણ સરકાર આજ છે. પહેલાં પણ ગૃહમંત્રી આજ હતા અને આજે પણ આજ છે. કોઈ આશ્વાસન નહીં ફક્ત પરિણામ જ જોઈએ છે, ત્યાર પછી આવજો અહીં. જૈન સમાજના સાધુ-સંતોએ સરકાર સામે બાયો ચઢાવી છે.
મૂર્તિ ખંડિત મામલે જૈન સમાજમાં રોષ
પાવાગઢ ખાતે જૈન સમાજની મૂર્તિ ખંડિત મામલે જૈન સમાજમાં રોષ વ્યાપ્યો છે. અઠવાલાઈન્સ કલેટર કચેરી ખાતે સુરત શહેરના જૈન સમાજના લોકો ભેગા થયાં હતાં.10 કલાકથી વધુનો સમય વીતી ગયો છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી.
200થી વધુ લોકો કલેક્ટર કચેરીએ થયા ભેગા
પાવાગઢ ખાતે જૈન મંદિરમાં મૂર્તિ ખંડિત થતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.સુરતમાં જૈન સમાજના અંદાજીત 200થી વધુ લોકો કલેટર કચેરી ખાતે રજૂઆત કરવા ભેગા થયા હતાં.પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.








