મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જનસંઘ વખતથી અમે સમાન કાયદાની વાત કરી હતી, મોડી રાત્રે વિધાનસભામાં બિલને મંજૂરી આપવામાં આવી

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક યુનિફોર્મ સિવિલ કોડ બિલ

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર થયુ છે..આ સાથે ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનુ બીજું રાજ્ય છે, જ્યાં યુસીસી બિલ વિધાનસભામાં પસાર થયુ છે. લાંબા સમય સુધી ચાલેલી ચર્ચા અને તર્ક-વિતર્ક બાદ મોડી રાત્રે  વિધાનસભામાં આ બિલને મંજૂરી આપવામાં આવી. ચર્ચા દરમિયાન વિપક્ષે અનેક પ્રશ્નો ઊભા કર્યા અને વિરોધ નોંધાવ્યો. વિરોધ વચ્ચે કોંગ્રેસે વોકઆઉટ પણ કર્યો હતો 

આ બિલ રાજ્યપાલ અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે

હવે આ બિલ રાજ્યપાલ અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. તેમની મંજૂરી મળ્યા પછી જ આ કાયદો અમલમાં આવશે. આ બિલને લઈને લઈને રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જનસંઘ વખતથી અમે સમાન કાયદાની વાત કરી હતી, અને ગત રાતે વિધાનસભામાં આ બિલ પસાર થયુ છે. આદિવાસીઓ ભારત ની ધરોહર છે તેમને સંસ્કૃતિને માન આપી તેમને બાકાત રાખ્યા છે

આ સમાચાર શેર કરો