VIDEO: પાલનપુર ગંજબજારમાં ઢીંચણસમા પાણી, ખેડૂતો- વેપારીઓ થયા ત્રસ્ત
બનાસકાંઠા જિલ્લાને આજે વહેલી સવારથી મેઘરાજાએ બાનમાં લીધો હોય તેવો સાંબેલાધાર વરસાદ
બનાસકાંઠા જિલ્લાને આજે વહેલી સવારથી મેઘરાજાએ બાનમાં લીધો હોય તેવો સાંબેલાધાર વરસાદ પડ્યો છે. પાલનપુર ગઠામણ પાટિયા પાસે હાઈવે બેટમાં ફેરવાયો છે. પાલનપુરમાં 6 ઈંચ વરસાદમાં આખો વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. જનજીવન પ્રભાવિત થયું છે. અમદાવાદ પાલનપુર હાઈવે બેટમાં ફેરવાતા ડાયવર્ઝન અપાયું છે. એસબીપુરા પાટીયાથી પાલનપુર શહેરમાં પ્રવેશવા ડાયવર્ઝન અપાયું છે. પાલનપુર પીઠું પણ પાણી પાણી થઈ ગયું છે. પાલનપુર માર્કેટયાર્ડમાં ઢીંચણસમા પાણી ભરાતાં વેપારીઓ અને ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.




