નસવાડીના આંબાપુરા ગામે પાણીની ટાંકી લીકેજ, રજૂઆત છતાં કામ ન થતાં લોકોએ કરી નારેબાજી
નસવાડી તાલુકાના આંબાપુરા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવવામાં આવેલી ટાંકીમાં પાણી જ નથી રહેતું. ટાંકી લ

નસવાડી તાલુકાના આંબાપુરા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવવામાં આવેલી ટાંકીમાં પાણી જ નથી રહેતું. ટાંકી લીકેજ હોવાથી પાણી ઢોળાઈ જાય છે. લોકો વારંવાર પાણી પુરવઠા વિભાગના અધિકારીને રજૂઆત કરવા છતાંય તેઓની રજૂઆત ન સાંભળતા લોકોએ ભારે સુત્રોચાર કર્યા હતાં. પાણી આપો... પાણી આપોની માંગ કરી અધિકારીઓ જાગોના પણ સુત્રોચાર કર્યા હતાં.
ટાંકીમાં પાણી રહેતું નથી
નસવાડી તાલુકાના આંબાપુરા ગામે 500 જેટલા લોકોની વસ્તી છે. જયારે ગામમાં ગ્રામપંચાયતનો એક જ બોર ચાલે છે. નદી નાળા સુકાઈ ગયા છે. જયારે સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગને આંબાપુરા ગામે પાણીની ટાંકી બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપી હતી. ટાંકી બની પણ છે. જયારે આ ટાંકીમાં પોચમ્બા પાણી પુરવઠા યોજનાનું ફિલ્ટર વાળું પાણી ટાંકીમાં ભરીને લોકોને ઘરે ઘરે નળમાં પહોંચાડવાનું હતું. પરંતુ ટાંકી બની ત્યારથી આજદિન સુધી ટાંકીમાં પાણી રહેતું નથી. ટાંકી લીકેજ છે. ટાંકી ભરતાની સાથે જ પાણી ઢોળાવા માંડે છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને રજૂઆત કરતા ટાંકીમાં બે વાર કેમિકલ મારીને અધિકારીઓ જતા રહ્યા હતાં. પરંતુ ટાંકી લીકેજ રહે છે. જેનાથી ટાંકી માં પાણી ભરાતું નથી.
કાગળ પર પહોંચ્યુ પાણી
અધિકારીઓ ગામમાં પાણી પહોંચી ગયું હોવાનું કાગળ ઉપર બતાવી દીધું છે. હાલ ટાંકી લીકેજ હોવાથી ફિલ્ટર વાળું પાણી ગ્રામજનોને પીવા મળતું નથી. પશુઓને અને લોકોને પાણી પીવા માટે એક જ બોર આવેલો છે. આ બોર બગડી જાય તો અલગ અલગ જગ્યાઓ ઉપર પાણી લેવા જવા માટે મજબૂર બનવું પડે છે. પશુઓને પીવાના પાણીની મુશ્કેલી સર્જાય તે પહેલા અધિકારીઓને ટાંકી રીપેર કરવા માટે રજૂઆત કરવા છતાંય અધિકારીઓના આવતા અધિકારીઓને જગાડવા માટે ગામના લોકો ટાંકી પાસે ભેગા થઈને પાણી આપો પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા.







