VIDEO: નારણપુરાના મંગલમૂર્તિમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી, સદનસીબે જાનહાની ટળી
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ટાંકી ધરાશાયી થઈ છે. મળતા અહેવાલ પ્રમાણે શાસ્ત્રીનગર રોડ પર
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ટાંકી ધરાશાયી થઈ છે. મળતા અહેવાલ પ્રમાણે શાસ્ત્રીનગર રોડ પર આવેલી મંગલમૂર્તિ હાઉસિંગ સોસાયટીમાં આવેલા 5 નંબરમાં ધડાકાભેર ટાંકી ધરાશાયી થઈ હતી. સદનસીબે જાનહાની ટળી છે.
આવી જર્જરીત સંખ્યાબંધ ટાંકીઓ મંગલમૂર્તિ હાઉસિંગમાં આવેલી
ઉલ્લેખનીય છે કે આવી જર્જરીત સંખ્યાબંધ ટાંકીઓ મંગલમૂર્તિ હાઉસિંગમાં આવેલી છે. ત્યારે આ પ્રકારની ટાંકીઓ જીવલેણ સાબિત થઈ શકે છે. અને ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. ત્યારે હાઉસિંગ બોર્ડના મકાન રિ-ડેવલોપમેન્ટમાં જઈ રહ્યા છે.




