સુરતમાં 59 લાખના ડ્રગ્સમાં 2 વર્ષથી નાસતો ફરતો વૉન્ટેડ આરોપી દબોચાયો
સુરતના સચિન પોલીસ મથકમાં NDPSનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં બે

સુરતના સચિન પોલીસ મથકમાં NDPSનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં બે વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી બે વર્ષથી નાસતો ફરતો હતો. જેથી પોલીસે આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
590 ગ્રામ ડ્રગ્સ ઝડપાયો
મળતી માહિતી મુજબ, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉધના બીઆરસી ત્રણ રસ્તા નજીકથી આરોપી ચંદન ઉર્ફે સ્માઈલ રમેશ તાયડે (30)ને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ગત 25-10-2022ના રોજ સુરત એસઓજી પોલીસની ટીમે સચિન ક્પ્લેથા ચેકપોસ્ટ નજીકથી આરોપી અઝરુદીન ઉર્ફે કેલા તથા અન્ય ૩ ઇસમોને પકડી તેઓના કબ્જામાંથી 59 લાખની કિમંતનું 590 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ તથા ૭ મોબાઈલ ફોન અને ફોરવ્હીલ કાર તથા રોકડા રૂપિયા 47,950 મળી કુલ 65,41,470 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
કોર્ટે વોરંટ ઈશ્યું કર્યુ હતુ
આ ગુનામાં એમ.ડી.ડ્રગ્સ મંગાવનાર આરોપી ચંદન તાયડેને ફરિયાદમાં વોન્ટેડ બનાવવામાં આવ્યો હતો. આરોપી ગુનો નોંધાયા બાદ પકડાયો ના હતો જેથી તેના વિરુદ્ધમાં નામદાર કોર્ટ દ્વારા CrPc-70 મુજબનું વોરંટ ઈશ્યુ થયું હતું અને આરોપી આજદિન સુધી નાસતો ફરતો હતો.આ દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.








