મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોતનું પાર્સલ: વડાલીમાં શખ્સે બોક્સ ખોલતાં જ થયો બ્લાસ્ટ, બેના મોત અને બે ઘાયલ

સાબરકાંઠાના વડાલીના વેડા છાવણીમાં પાર્સલમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. ર

મોતનું પાર્સલ: વડાલીમાં શખ્સે બોક્સ ખોલતાં જ થયો બ્લાસ્ટ, બેના મોત અને બે ઘાયલ

સાબરકાંઠાના વડાલીના વેડા છાવણીમાં પાર્સલમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. રીક્ષામાં આવેલા અજાણ્યા શખ્સે કહ્યું તમારું પાર્સલ આવ્યું છે. યુવાને પાર્સલ લઈ લીધું હતું. યુવાને ઘરમાં પાર્સલ જેવું ખોલ્યું તો તરત જ જોરદાર બ્લાસ્ટ થયો હતો.  આ બ્લાસ્ટ થતાં  એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. બ્લાસ્ટ એ હદે ભયનાક હતો કે મૃતકનું શરીર ક્ષતિગ્રસ્ત થયું હતું.

પાર્સલમાં બ્લાસ્ટ થતાં એક કિલોમીટર સુધીનો વિસ્તાર ધણધણી ઉઠ્યો

પાર્સલમાં બ્લાસ્ટ થતાં ઘરનો સામાન પણ વેર-વિખેર થયો હતો. તો બીજી તરફ એ વાત પણ સામે આવી હતી કે એક કિલોમીટર સુધીનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. આ ઘટનાના કારણે લોકોના ટોળ ઉમટી પડ્યા હતા.

પાર્સલ ખોલતાં જ થયો બ્લાસ્ટ એકનું મોત ત્રણ ઘાયલ

આ ઘટનામાં ત્રણ યુવતીઓ પણ  ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ત્રણેય યુવતીને સારવાર અર્થે સિવિલમાં દાખલ કરવામાં આવી હતી.  સમગ્ર મામલાની જાણ થતાં જ વડાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઝીંણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી. જે શખ્સ આ કુરિયર લઈને આવ્યો હતો તેની પણ પોલીસે શોધખોળ આદરી છે. ડીવાય એસપી, જીલ્લા એલસીબી સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

જીતુભાઈ વણઝારા (30), ભૂમિકાબેન વણઝારા સહિત પરિવારના અન્ય સભ્યો બ્લાસ્ટની લપેટમાં આવી ગયા હતા. જીતુભાઈ અને ભૂમિકાબેનનું મોત નિપજ્યું હતું. ઘાયલોમાં શિલ્પાબેન વિપુલભાઈ વણઝારા, છાયાબેન જીતુભાઈ વણઝારા નામની બે યુવતીઓ ઘાયલ થઈ હતી.

આ સમાચાર શેર કરો