મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વિસાવદર ત્રિપલ મર્ડરનો મામલો: સગીર ભાઈએ નિર્દયતાથી ભાઈ-ગર્ભવતી ભાભીની કરી હત્યા, ગૃહિણીનું ગર્ભસ્થ બાળક પણ બહાર નીકળી ગયું

વિસાવદર તાલુકાના શોભાવડલાની સીમમાં ખોડિયાર માતાજીનાં મંદિરે હચમચાવી દે તેવ

વિસાવદર ત્રિપલ મર્ડરનો મામલો: સગીર ભાઈએ નિર્દયતાથી ભાઈ-ગર્ભવતી ભાભીની કરી હત્યા, ગૃહિણીનું ગર્ભસ્થ બાળક પણ બહાર નીકળી ગયું
વિસાવદર તાલુકાના શોભાવડલાની સીમમાં ખોડિયાર માતાજીનાં મંદિરે હચમચાવી દે તેવો હત્યાકાંડ થયો હતો. આ હત્યાકાંડમાં હવે મૃતકના સગા ભાઈ (સગીર) અને માતા સામે ગુનો દાખલ કર્યો છે. સગીરે ગત 16 ઓક્ટોબરે તેના સગા ભાઈ અને ગર્ભવતી ભાભીને પાઇપના ઘા મારી હત્યા કરી નાખી હતી ત્યારબાદ બંનેની લાશને નગ્ન કરી ઘરમાં દાટી દીધી હતી, જ્યારે માતાએ ઘરમાં લોહીના ડાઘ સાફ કરી પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કર્યો હતો. આ અંગે મૃતક કંચન બહેનના પિતાની ફરિયાદના આધારે પોલીસે ત્રિપલ મર્ડરના ગુનામાં સગીર હત્યારા ભાઈની તથા તેની માતાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી ઘટના?

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, બિલખા-માણેકવાડા સ્ટેટ હાઇવે પર કાનાવડલા ગામના પાટીયા પાસે શોભાવડલા ગામની સીમમાં ખોડીયાર મંદિરે સગીરે તેના ભાઈ શિવમગીરી દશનામીને ગત 16 નવેમ્બરના સવારે 10 વાગ્યાના અરસામાં માથાના ભાગે લોખંડના પાઇપ મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં શિવમગીરીની પત્ની કંચન બહેન કે જેમને પાંચથી છ માસનો ગર્ભ હતો તેને પણ તે જ લોખંડના પાઇપ વડે માથાના ભાગે માર મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. બંનેની હત્યા કર્યા બાદ ખોડીયાર મંદિરમાં આવેલા તેમના મકાનના ઢાળીયામાં ખાડો કરી બંને મૃતકનાં કપડાં કાઢી નગ્ન હાલતમાં દાટી દીધા હતા. ત્યાર બાદ મૃતક ભાઈ-ભાભીના લોહીવાળા કપડાંને સળગાવી દેવામાં આવ્યા હતા.    સગીર તથા મૃતક શિવમગીરીની માતા વિભા બહેન ઉર્ફે બીરમાદેવીને સગીરે સમગ્ર બનાવ અંગે વાત કરી હતી. બાદમાં માતાએ પણ દીકરાનો સાથ આપ્યો અને લોહીના ડાઘ તેમજ લોખંડની પાઇપમાં રહેલા લોહીના ડાઘ સાફ કરી નાંખ્યા હતા. સગીર અને તેની માતા હત્યાકાંડને અંજામ આપી પોતે કંઈ કર્યું જ નથી તેવી રીતે રહેતા હતા. જોકે,  આ મામલે મૃતક ગર્ભવતી કંચન બહેનના પિતા બુલબુલકુમાર સિંઘએ જમાઈ અને પુત્રીની હત્યાનો ગુનો દાખલ કર્યા બાદ પોલીસે માતા અને સગીર પુત્રની ધરપકડ કરી આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.   

ગૃહિણીનું ગર્ભસ્થ બાળક પણ બહાર નીકળી ગયું હતું

સગીરે તેમના ભાભીની હત્યા કરી ત્યારે તેમના પેટમાં રહેલું છથી સાત માસનું બાળક ગર્ભમાંથી બહાર નીકળી ગયું હતું અને તેનું પણ મોત થયું હતું જેના કારણે પોલીસે સમગ્ર હત્યાકાંડમાં ત્રિપલ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ સમાચાર શેર કરો