77 કરોડની છેતરપિંડીના કેસમાં 23 વર્ષથી ભાગેડુ વીરેન્દ્ર પટેલની ધરપકડ, ઇન્ટરપોલે જાહેર કરી હતી રેડ કોર્નર નોટિસ
ઇન્ટરપોલના રેડ નોટિસનો સામનો કરી રહેલા બે ભાગેડુ ભારતીયોની ધરપકડ કરવામાં આ

ઇન્ટરપોલના રેડ નોટિસનો સામનો કરી રહેલા બે ભાગેડુ ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે.ગુજરાત અને તમિલનાડુમાં અલગ-અલગ કેસોમાં વોન્ટેડ બે ભાગેડુઓની અમેરિકા અને થાઇલેન્ડથી પરત ફર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. પોન્ઝી સ્કીમ દ્વારા રોકાણકારોના 87 કરોડ રૂપિયાથી વધુની ઉચાપત કરનારા આરોપી જનાર્થન સુંદરમને બેંગકોકથી ભારત લાવવામાં આવ્યો હતો. તમિલનાડુ પોલીસે કોલકાતા એરપોર્ટ પરથી તેની અટકાયત કરી હતી.
બે ભાગેડુ ભારતીયોની ધરપકડ
તમિલનાડુ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા ગુનાહિત કાવતરું, ગુનાહિત વિશ્વાસ ભંગ, છેતરપિંડી, થાપણો/વ્યાજની ચુકવણીમાં ડિફોલ્ટ અને અનિયમિત થાપણ યોજનાઓ પ્રતિબંધ અધિનિયમ, 2019 હેઠળના ગુનાઓ માટે વોન્ટેડ હતો.અન્ય એક કાર્યવાહીમાં,CBIના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટરે અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત પોલીસ અને ઇમિગ્રેશન અધિકારીઓ સાથે મળીને છેતરપિંડી, બનાવટી અને ગુનાહિત કાવતરાના કેસમાં 20 વર્ષથી વોન્ટેડ વીરેન્દ્રભાઈ મણિભાઈ પટેલની ધરપકડ કરી હતી. આણંદ સ્થિત ચરોતર નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર વીરેન્દ્ર પટેલ 2002માં નોંધાયેલા 77 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં વોન્ટેડ હતો.
CBIએ શું કહ્યું?
CBIના પ્રવક્તાએ કહ્યું, "તમિલનાડુ પોલીસના અનુરોધ પર CBIએ 21 જૂન, 2023ના રોજ ઇન્ટરપોલ તરફથી તેમની વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરાવી હતી." એજન્સીએ કહ્યું કે 28 જાન્યુઆરી, 2025માં બેંગકોકનો પ્રવાસ કરનારા સુંદરમને રેડ નોટિસના આધારે પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે ભારતના ઘણા બીજા ભાગેડુઓ વિદેશમાં છુપાયેલા છે જેમાં વિજય માલ્યા, નીરવ મોદી, સુશીલ મોદી જેવા મોટા નામ સામેલ છે જેમને ભારત લાવવા માટે ભારત સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, અત્યાર સુધી તેમને ભારત લાવવામાં સફળતા મળી નથી.







