VIDEO: ધારી પંથકમાં 9 સિંહોનું ટોળું ઘૂસતા ગ્રામજનો ભયનો માહોલ, ગત અઠવાડિયે પણ પશુઓનું કર્યું હતું મારણ
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામમાં 9 સિંહોનું ટોળું ઘૂસતા ગ્રામજનોમાં ભયનો મ


અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામમાં 9 સિંહોનું ટોળું ઘૂસતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. શિકારની શોધમાં આવેલા સિંહોએ પશુઓ બાંધવાના ગમાણ નજીક ચક્કર લગાવ્યા હતા. સાવજનું ટોળું આવી ચઢતા ગામ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ગત અઠવાડિયે પણ સિંહોએ ગામમાં ઘૂસી ત્રણ પશુઓનો શિકાર કર્યો હતો ,જેથી આ સિંહોને જંગલ વિસ્તારમાં ખસેડવા સ્થાનિકોની માંગણી છે.




