મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહિસાગર/ વિદ્યાર્થિનીની છેડતી બાદ ગ્રામજનોએ કર્યો સ્કૂલમાં હુમલો, પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધી ફરિયાદ

મહિસાગર વીરપુર તાલુકામાંથી શિક્ષક અને વિદ્યાર્થિનીના સંબધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો હતો.

મહિસાગર/ વિદ્યાર્થિનીની છેડતી બાદ ગ્રામજનોએ કર્યો સ્કૂલમાં હુમલો, પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધી ફરિયાદ

મહિસાગર વીરપુર તાલુકામાંથી શિક્ષક અને વિદ્યાર્થિનીના સંબધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો હતો. લંપટ શિક્ષકની કાળી કરતૂતોનો વિદ્યાર્થિનીએ પર્દાફાશ કર્યો છે. જેમાં વીરપુર તાલુકાની એક સ્કૂલના પીટી ટીચરે વિદ્યાર્થિનીને સબંધ રાખવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, સોશિયલ મીડિયા દ્વારા લંપટ શિક્ષક વિદ્યાર્થિનીને સબંધ રાખવા માટે મેસેજ કરતો હોવાનું સામે આવ્યું. 16 વિદ્યાર્થિનીને નરાધમ સોશિયલ મીડિયા પર વાંરવાર મેસેજ કરતો હતો.

 લંપટ શિક્ષક વિદ્યાર્થિનીને સબંધ રાખવા માટે કરતો દબાણ

આ બાબતે વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી, તેણે તુંરત જ પરિવારને જાણ કરી હતી. પરિવારે હિંમત કરીને આચાર્યને જાણ કરી હતી. આચાર્ય એક્શન લે તે પહેલા કેટલાક લોકો શાળા પર ધસી આવ્યા અને અચાનક તોડફોડ શરૂ કરી હતી.

વીરપુર પોલીસ શાળાએ પહોંચી

મામલાની જાણ થતાં જ વીરપુર પોલીસ શાળાએ પહોંચી હતી. શાળાએ પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો અને નરાધમ વિરુદ્ધ  BNS 75, 351,(2)(3) પોકસો એક્ટ કલમ,12 મુજબ FIR નોંધી છે

આ સમાચાર શેર કરો