મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કચ્છના રાપરમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવાનનું મોત, કાર ચાલકને પોલીસે ઝડપ્યો

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણ

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  કચ્છના રાપર તાલુકાના બાલાસર પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં જાટાવાડા ગામના ૨૩ વર્ષીય યુવાનનું વાહનની અડફેટે મોત નીપજ્યું છે.

વાહન ચાલકને પોલીસે ઝડપી પાડ્યો

અકસ્માત સર્જી ફરાર થયેલા વાહન ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે.સ્થાનિકોમાં ચર્ચા છે કે અકસ્માત સર્જનાર વાહનમાંથી માદક પદાર્થો મળી આવ્યા છે, જે અંગે પોલીસ તપાસ શરૂ કરાઈ છે.  બહોળી સંખ્યામાં લોકો રાપર સરકારી હોસ્પિટલની બહાર એકત્રિત થયા હતા. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. 

આ સમાચાર શેર કરો