મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં લોન એજન્ટોના ત્રાસથી યુવકની આત્મહત્યા

અમદાવાદના જમીયતપુરામાં લોન એજન્ટોના ત્રાસથી એક યુવકે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા ક

અમદાવાદના જમીયતપુરામાં લોન એજન્ટોના ત્રાસથી એક યુવકે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક યુવકે પોતાના મકાન પર ૭ લાખ ૬૧ હજાર રૂપિયાની મોર્ગેજ લોન લીધી હતી. લોનના હપ્તા ભરવા માટે સાહિલ રબારી અને બળદેવ માલધારી નામના એજન્ટો દ્વારા યુવક પર સતત દબાણ કરવામાં આવતું હતું.આ માનસિક ત્રાસથી કંટાળીને યુવકે અંતિમ પગલું ભર્યું હતું. ઘટનાસ્થળેથી મળેલી સુસાઈડ નોટના આધારે સોલા પોલીસે બંને એજન્ટો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો