મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરમાં વ્યાજ માફિયાના ત્રાસથી યુવકની આત્મહત્યા મામલે 2 વ્યાજખોરોની અટકાયત

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરના આંતકથી યુવકની આત્મહત્યાનો મામલે પોલીસે 2 વ્યાજખોરોની અટકાયત કરી છે.

સુરેન્દ્રનગરમાં વ્યાજ માફિયાના ત્રાસથી યુવકની આત્મહત્યા મામલે 2 વ્યાજખોરોની અટકાયત

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરના આંતકથી યુવકની આત્મહત્યાનો મામલે પોલીસે 2 વ્યાજખોરોની અટકાયત કરી છે. સુરેન્દ્રનગરના સડલામાં રૂપિયા ઉછીના લીધા બાદ યુવકે પૈસા પરત પણ કરી દીધાં હતા તેમ છતાં તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. જેમના ત્રાસથી યુવકે ઝેરી દવા પી લઈને આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, આરોપીઓ વિરુદ્ધ સરકાર જશે સુપ્રીમ કોર્ટમાં

આ મામલે વ્યાજખોર પ્રતિક ઉર્ફે ગની ઘનશ્યામ રઘુ નાનજી અને દિનેશ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ વ્યાજખોરોની પોલીસે અટકાયત કરી હતી. વ્યાજખોરોને કાયદાનું ભાન પણ કરાવામાં આવ્યું હતું. તેમજ આ મામલે આગળની તપાસનો ધમધામટ શરૂ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો