VIDEO: યુવકે પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની ખુરશી પર બેસીને ફોટો સેશન કર્યું
સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકે
સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકે પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની ખુરશી પર બેસીને ફોટો સેશન કર્યું અને વિડીયો બનાવ્યો હતો. આ યુવક, જે પોતાને સોશિયલ મીડિયા પર 'ભોળા રાજભર બાહુબલી' તરીકે ઓળખાવે છે, તેણે આ ફોટો અને વિડીયો ઈન્સ્ટાગ્રામ પર 'યમરાજ સે અપની યારી હૈ' ગીત સાથે અપલોડ કર્યો હતો.
આ વિડિયોને હજારો લાઈક્સ અને કમેન્ટ્સ મળ્યા
આ વિડિયોને હજારો લાઈક્સ અને કમેન્ટ્સ મળ્યા, જેના કારણે તે વાયરલ થયો અને પોલીસ વિભાગની આબરૂને નુકસાન પહોંચ્યું.જાણવા મળ્યું છે કે આ યુવક રાત્રિના સમયે પોલીસ સ્ટેશનમાં કલર કામ માટે ગયો હતો, અને તે દરમિયાન તેણે આ વિડીયો બનાવ્યો હતો. વિડીયો વાયરલ થયા બાદ રાંદેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને યુવકની ધરપકડ કરી. ધરપકડ બાદ યુવકે પોલીસ સ્ટેશનમાં બે કાન પકડીને માફી માગતો વિડીયો પણ બનાવ્યો હતો.જોકે આ વીડિયોની પુષ્ટી જીએસટીવી નથી કરતું.




