મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉકાઈ ડેમમાં જળસપાટી વધી, ઉપરવાસમાંથી સતત પાણીની આવક

દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં જળસપા

તસવીર: gstv

દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં ડેમની સપાટી અંદાજે બે ફૂટ વધીને 310.69 ફૂટે પહોંચી છે. સોમવારે સાંજે 6 વાગ્યા સુધીમાં ડેમમાં 92 હજાર 619 ક્યુસેક પાણીની આવક નોંધાતા જળસંગ્રહમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની વધતી સપાટીને લઈને સિંચાઈ વિભાગ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે. પૂરતું પાણી ઉપલબ્ધ થતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો